કમૌસમી વરસાદ : મોરબીમાં છાંટા, ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર

- text


ટંકારાના અમુક ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો : ખેડૂતોની પડ્યાં પર પાટુ જેવી હાલત

મોરબી – ટંકારા : મોરબી જિલ્લામાં ભાઈ બીજના દિવસે અચાનક વાતાવરણમાં પલ્ટા સાથે ટંકારા, વાંકાનેર અને મોરબીમાં કમૌસમી વરસાદ પડતા ખેડૂતોને ફરીથી પડ્યા પર પાટુ સમાન નુકશાનીની ભીતિ સર્જાય છે. જયારે આ વરસાદી માહોલથી બેકાબુ બનેલો રોગચાળો વધુ વકરે તેવી દહેશત સર્જાઈ છે.

મોરબી જિલ્લામાં તારીખ 29ને ભાઈબીજના દિવસે અચાનક વાતાવરણના પલ્ટા સાથે ટંકારા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ટંકારાના પ્રતિનિધિ જયેશ ભટ્ટસાણાના જણાવ્યું મુજબ ટંકારા શહેરમાં અડધો ઇંચ જેટલો જયારે ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ગાજવીજ અને તોફાની પવન સાથે ઓટાળા, સાવડિ, સરાયા, નેસડા, રામપર,નશિતપર, હજનાળી સહીતના મોટા ભાગના ગામોમાં ભારે વરસાદથી ખેતરમાથી પાણી નિકળી ગયા છે. આ કમૌસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની થવાનો ભય છે. જયારે વરસાદ સાથે જ ટંકારામાં વીજ પુરવઠો થોડી વાર માટે ખોરવાઈ ગયો હતો.

- text

જયારે વાંકાનેરના પ્રતિનિધિ હરદેવસિંહ ઝાલાના જણાવ્યા મુજબ વાંકાનેરમાં પણ વાતાવરણના પલ્ટા વરસાદી ઝાપટા પડ્યા હતા. જયારે મોરબીના નવલખી બંદર આસપાસ વરસાદ પડ્યો હતો. જયારે મોદી સાંજે મોરબી શહેરમાં પણ વરસાદી માહોલની વચ્ચે ધીમી ધારે છુટાછવાયા વરસાદી છાંટા પડ્યા હતા.

- text