મોરબીના નવા જાંબુડિયા ગામે ઘર પાસે આંટાફેરા કરવાની ના પાડતા આધેડને માર માર્યો

- text


ત્રણ શખ્સો સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો

મોરબી : મોરબીના નવા જાંબુડિયા ગામે ઘર પાસે આંટાફેરા કરવાની ના પાડતા ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈ જઈને આધેડને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની આધેડની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવા જાબુડિયા ગામે રહેતા ઈશ્વરભાઈ કેસહાભાઈ ખરા ઉ.વ.50 નામના પ્રોઢે ગામમાં રહેતા પ્રકાશભાઈ બાબુભાઇ કોળી અને પ્રકાશભાઈ બાબુભાઇનો માસીનો દીકરો તેમજ હકાભાઈ પટેલ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ફરીયાદીના ઘર પાસે આંટા ફેરા કરતો હોય અને ખરાબ નજરથી જોતો હોય જેથી ફરીયાદીએ અહીથી જતો રહેવા જણાવતા આરોપીએ ફરીયાદી ને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ગાળો આપી હતી.જેથી ફરીયાદી આ બાબતે બીજા આરોપીને વાત કરતા તેણે પોતાના માસીનો દીકરો ભાઈનુ ઉપરાણુ લઈ ફરીયાદીને ગાળો આપી લાકડી વડે બંને હાથે તથા પગે મુંઢમાર મારી ઈજા કરી જમણા ખંભે ફેંકચર જેવી ઈજા પહોંચાડી અને ત્રીજા આરોપીએ માર મારવા ઉશ્કેરણી કરી હતી.આ બનાવ અંગે આધેડે ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text