લજાઈ પાસે નાલાના કામ માટે બનાવેલા ડાઇવર્ઝનથી સ્થાનિકો સહિત વાહન ચાલકો પરેશાન

- text


ટંકારા : તાલુકાના લજાઈ ગામ પાસે બે ગરનાળાનું કામ હાથ ધરાતા ત્યાં ડાઇવર્ઝન બનાવવામાં આવ્યું છે. જો કે કામના કોન્ટ્રાક્ટરે કાચું ડાઇવર્ઝન બનાવતા એ સ્થળે વાહન ચાલકોને ખાસી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઇવર્ઝન પર પાકો ડામર રોડ બનાવવાના બદલે કોન્ટ્રાકટર દ્વારા એ રસ્તો કાચો જ રાખી દેવાતા ખૂબ ધૂળની ડમરીઓ ઉડે છે. આવી સ્થિતિમાં વિઝીબિલિટી ઓછી થઈ જવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે. ઊડતી ધૂળ વાહન ચાલકોના શ્વાછોશ્વાસમાં જવાથી આરોગ્યના પ્રશ્નો પણ સર્જાઈ રહ્યા છે. આ બાબતે કોન્ટ્રાક્ટરને અનેકોવાર રજુઆત કરતા યોગ્ય પ્રતિસાદ મળતો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજાએ આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા પ્રયાસો આદર્યા છે.

- text


 

 

- text