રફાળેશ્વર ગામ પાસેથી 196 વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મેળાના મેદાન નજીકના રસ્તે છુપાવેલ રૂ. 20,600ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને મોરબી તાલુકા પોલીસે પકડી પડી આગળની કાર્યવાહી કરી હતી.

- text

ગઈકાલે તા. 23/10/2019ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં મળેલ બાતમીના આધારે રફાળેશ્વર ગામના મેળાના મેદાનથી સ્મશાન જવાના રસ્તાની બાજુમાં વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 196 કિં. રૂ. 20,600ના વેચાણ અર્થે રાખેલ જથ્થા સાથે પારસ ગિરધરભાઈ વાઘેલા ઉ. વ. 21 રહે. રફાળેશ્વર પ્રાથમિક શાળાના સામેના ભાગે, મોરબી તથા રવિરાજસિંહ છત્રસિંહ ઝાલા ઉ. વ. 25 રહે. રફાળેશ્વર ખોડિયાર મંદિરના પાછળના ભાગે, મોરબીની ધોરણસર અટક કરી બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text