મોરબીના ઇન્દીરાનગરમાં પાણીની લાઈન તૂટી : ગટરના પાણી ભળતા રોગચાળાની ભીતિ

- text


ઉબડ ખાબડ રસ્તા પર ગટરના પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગરમાં પાણી લાઈન તૂટી ગઈ છે.પાણી લાઈન તૂટવાથી બધું પણ ગટરમાં વહી જાય છે તેથી ગટર ઉભરાવવાની સમસ્યાઓએ માજા મૂકી છે. જ્યારે તૂટલી પાણીની લાઈનમાં ગટરના પાણી ભળતા રોગચાળાની ભીતિ પણ સર્જાઈ છે. જ્યારે ઉબડ ખાબડ રોડ ઉપર ગટરના પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ ઇન્દીરાનગર વિસ્તારમાં પાણીની લાઈન તૂટી જવી અને ગટરના દૂષિત પાણી ભરાવવા તથા ઉબડ ખાબડ માર્ગને કારણે સ્થાનિકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.આ અંગે સ્થાનિકોએ તંત્ર સામે બળાપો ઠાલવતા કહ્યું હતું કે, ઇન્દીરાનગર વિસ્તારમાં તંત્રની ધોર બેદરકારીને કારણે સમસ્યાઓનો પાર રહ્યો નથી. જેમાં આ વિસ્તારમાં પાણીની લાઈન તૂટી ગઈ છે. જેથી પાણી વહીને બધું ગટરમાં જાય છે. તેથી ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. આ ગટરના પાણી આજુબાજુના રોડ ઉપર ઉભરાઈ છે. જોકે આ રોડની પણ ખરાબ દશા છે. તેથી ગટરના પાણી ભરાવવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાત્રે અંધકારમાં આ રોડ ઉપર નીકળતી વખતે સતત અકસ્માતનું જોખમ રહે છે.

- text

જોકે છેલ્લા બે વર્ષથી આ વિસ્તારની નર્કથી બદતર સ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્ર ધ્યાન ન આપતા લોકોની હાડમારી વધી રહી છે. તેથી આ વિસ્તારની સમસ્યાઓ ઉકેલવા માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.


- text