મધ્યાહ્ન ભોજન યોજનાના ખાનગીકરણનો ટંકારામાંથી ઉઠતો વિરોધનો સૂર

- text


ટંકારા : ટંકારા તાલુકા મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા યોજનાના ખાનગીકરણનો વિરોધ કરવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન યોજનાનું ખાનગીકરણ કરી ગાંધીનગર, વાઘોડિયા, રાજકોટ, કચ્છના એન.જી.ઓ.ને સોંપવાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ત્યારે ટંકારા તાલુકાના મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા નજીવા વેતનથી ફરજ બજાવતા કર્મચારીઓને મોંઘવારીના સમયમાં બેરોજગારીનો સામનો ના કરવો પડે તે માટે યોજનાના ખાનગીકરણનો વિરોધ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ આવેદનપત્રમાં તેઓએ જરૂર પડ્યે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકા મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મંડળની રજૂઆત મામલતદાર દ્વારા નાયબ કલેક્ટરને પહોંચાડવામાં આવી હતી.

- text


- text