દુકાનદારોનું દિવાળી કામ : સુભાષ રોડ પર સફાઈ અભિયાન આદર્યું

- text


મોરબી : દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ઘરમાં સાફ-સફાઈ કરી દિવાળી કામ કરવામાં આવતું હોય છે. પરંતુ મોરબીના સુભાષ રોડના દુકાનદારોએ જાણે દિવાળી કામ કાઢ્યું હોય તેમ રોડ પર સાફ-સફાઈ કરીને ચોખ્ખો-ચણાંક બનાવ્યો હતો.

મોરબીના સુભાષ રોડ પરના દુકાનદારોએ નગરપાલિકામાં રોડ પરની ગંદકી દૂર કરવા વારંવાર અરજી કરવા છતાં તેનું પરિણામ શૂન્ય આવતા દુકાનદારોએ જાતે કચરાનો નિકાલ કરી રોડ ઉપર સાફ-સફાઈ કરી રોડને સ્વચ્છ બનાવ્યો હતો. આ કામગીરી માટે બાબુલાલ જેઠાલાલ, જયંતીલાલ ભાટિયા, કાંતિભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.

- text


- text