વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલમાં વેલકમ દિવાલી કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલ ખાતે ગઈકાલે સાંજે બાય-બાય નવરાત્રી કમ વેલકમ દિવાલીનો નવતર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સ્કૂલનાં વિશાળ પટાંગણમાં લાઈટોના ઝળહળાટ અને કર્ણપ્રીય સંગીત સાથે યોજાયેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. ત્યારબાદ અનુક્રમે નર્સરીનાં ભૂલકાઓ અને ધોરણ 1 થી 8 સુધીના બાળકો સામુહિક રીતે રાસ-ગરબા રમ્યાં હતા.

- text

ઉપરાંત કિડ્ઝલેન્ડ સ્કૂલમાં આપવામાં આવતી કરાટેની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓએ સ્ટેજ પર પોતાના હાથ વડે વિલાયતી નળિયા તોડી બતાવી હાજર જનોને મંત્રમુગ્ધ કરી દીધેલ.એ ઉપરાંત કર્યક્રમને રસપ્રદ બનાવવા આયોજકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે આવેલા તેમના પેરેન્ટ્સ માટે પણ અવનવા સવાલોની કોમ્પિટિશન યોજી હતી. જેમાં વિજેતા થનાર તમામ પેરેન્ટ્સને સ્કૂલ તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા.કાર્યક્રમનું સુંદર આયોજન કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલનાં પ્રિન્સિપાલ મેહુલ પી. શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના તમામ શિક્ષકગણ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


 

- text