મોરબી પાલિકાના ભૂગર્ભના કામે રૂ.5 કરોડ અને કચરાના નિકાલ માટે રૂ.2.65 કરોડ ફાળવાયા

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પ્રયાસોથી ગાંધીનગરના જી.યુ.ડી.એમ.એ મંજૂરી આપી

મોરબી : મોરબી નગરપાલિકાના ભૂગર્ભના કામો માટે રૂ.5 કરોડ અને કચરાના નિકાલ માટે રૂ.2.65 કરોડ ફળવાયા છે.મોરબીના ધારાસભ્યના પ્રયાસોને પગલે ગાંધીનગરના જી.યુ.ડી.એમ વિભાગે મોરબી શહેરના ભૂગર્ભ અને કચરાના નિકલના કામો માટે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજના રૂ.5 કરોડનો પ્રોજેકટ ગાંધીનગરના જી.યુ.ડી.એમ વિભાગમાં મંજુરી માટે પડતર હતો. ત્યારે તેમણે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનમાં રૂબરૂ રજુઆત કરી આ પ્રોજકેટને મંજુર કરાવતા વરસાદી.પાણીના નિકાલની જૂની પાઇપલાઇનની મરમત તેમજ નવી પાઇપલાઇન કનેક્ટ કરી મોરબી શહેરના જુદાજુદા છ જેટલા વિસ્તારમાં આ પ્રોજેક્ટની ટુક સમયમાં કામગીરી હાથ ધરી શકાય તે માટે સ્ટેટ એન્યુઅલ એક્શન પ્લાન હેઠળ આ મંજૂરી મળી છે. તે અંગે નગરપાલિકા દ્વારા જરૂરી કામની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વિના વિલંબે કામ કરાશે. તે ઉપરાંત મોરબી પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની પડતર રહેલી માંગ અંગે પણ તેમને અને પાલિકાએ વિગતવાર રજુઆત કરી હતી.તે મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેનો રિવાઇઝડ ડી.પી.આર. રૂ.12.89 કરોડ હાઈ પાવર કમિટી દ્વારા મંજૂર કરાયા છે.

- text

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,તે પૈકીના પ્રથમ તબક્કાના રૂ.6 કરોડની ફાળવણી કરવામાં સફળતા મળી છે.તેથી સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીને વધુ વેગ મળશે.શહેરને સ્વચ્છ રાખવા કચરાનું અન્યત્ર ડંપીગ કરવામાં પણ સુગમતા રહેશે.તેમજ શહેરી વિકાસના અધિકારીઓ સમક્ષ મોરબી પાલિકાને શહેરના રસ્તાની હાલત સુધારવા અને માળખાકીય સુવિધાઓ માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ થાય તે અંગે જરૂરી અને વધારે પૂરતી ગ્રાન્ટ વહેલી તકે ફાળવવા અને 14મુ નાણાંપંચનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું હોય ત્યારે તે રૂ.8 કરોડ અને રૂ.27 લાખની મળવાપાત્ર ગ્રાન્ટ તાકીદે ફાળવવા સ્વચ્છતા મિશનના ડાયરેક્ટરને રૂબરૂ મળીને રજુઆત કરી હતી.

- text