ડાન્સ અને મોડેલિંગ ઓડિશનમાં મોરબી ફર્સ્ટ આવેલો હિતાર્થ હવે મુંબઈ ખાતે કરશે ફાઇનલમાં પરફોર્મન્સ

- text


મોરબી : થોડા સમય પહેલા મોરબીમાં “ઇન્ડિયાઝ સુપર કિડ્સ” દ્વારા એક ઓડિશનનું આયોજન થયું હતું. આ ઓડિશનમાં મોરબીના બાળ કલાકારને ડાન્સ અને મોડેલિંગ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો. જે આગામી દિવસોમાં ફાઇનલ માટે મુંબઇ ખાતે પરફોર્મન્સ કરવા જશે.

“ઇન્ડિયાઝ સુપર કિડ્સ” માટે મોરબીમાં એક ઓડિશનનું આયોજન પાછલા દિવસો દરમ્યાન થયું હતું. જેમાં મોરબીના હિતાર્થ કેલૈયાએ ડાન્સ અને મોડેલિંગમાં પ્રથમ આવી મેદાન માર્યું હતું. આગામી દિવસોમાં મુંબઈ ખાતે અયોજિત ફાઇનલ માટે હિતાર્થની પસંદગી થતા મોરબી માટે એ ગૌરવ લેવા જેવી બાબત છે.

FNX Kids એવોર્ડ 2019 માટે હિતાર્થની મોરબી ખાતેથી પસંદગી કરવામાં આવી છે. હિતાર્થ માત્ર ચાર વર્ષનો હતો ત્યારથી આ ફિલ્ડમાં આગળ વધવા માટે પ્રયત્નશીલ છે. પાછલા 8 વર્ષથી તે સખ્ત મહેનત કરીને આ કક્ષાએ પહોંચતા તેનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. ફેસબુક પર તેનો વિડિઓ ધૂમ મચાવી રહ્યો છે ત્યારે એ વિડીઓને લાઈક શેર અને તેમાં કોમેન્ટ કરી તેને વધુ પ્રોત્સાહિત કરી સ્પોર્ટ કરવા એમના પરિજનો અને મિત્રોએ મોરબીવાસીઓને આહવાન કર્યું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text