વાંકાનેરના હસનપર ગામે આવેલ તળાવની પાળ ખનીજ માફીયાઓ દ્વારા તોડી પડાઈ

- text


વાંકાનેર : વાંકાનેર શહેર નજીક હસનપર ગામે આવેલ તળાવ ખનીજ માફિયાઓનું હબ ગણાય છે. હજારો ચોરસ મીટરમાં આવેલ આ તળાવની માટી ઉદ્યોગ માટે વપરાય છે આ તળાવની સમયાંતરે અનેક ફરિયાદો તંત્રને કરવામાં આવેલ છે તેમ છુતા બેખોફ પણે ત્યાં જેસીબી, હિટાચી અને મોટા ડમ્પર દ્વારા ગેરકાયદેસર ખાણ માફિયાઓનો અડો જમાવેલો હોય છે. હાલમાં વાંકાનેર પંથકમાં પડેલ વરસાદના કારણે હસનપરનું તળાવ પાણીથી ભરાઈ ગયું છે જે પાણીનો ઉપયોગ ઢોર માટે કે આજુબાજુના ખેતરોમાં ખેતીના ઉપયોગમાં આવી શકે તેમ છે પરંતુ જો પાણી ભરાયેલું હોય તો ખનીજ માફિયાઓ દ્વારા ત્યાં ખાણકામ ન થઈ શકે માટે આજે સવારે ખનીજ માફિયાઓ દ્વારા જેસીબી લઈ તળાવની પાળ તોડી નાખવામાં આવેલ છે અને પાણી ખાલી કરવાની પેરવી કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનો એકઠા થઈ ગયેલ અને તળાવની પાળ ન તોડવાનું કહેલ. ગ્રામજનો એકઠા થયેલ જોઈ જેસીબી લઈ તે લોકો અત્યારે તો ભાગી ગયેલ પરંતુ જતાં જતાં કહેતા ગયા કે બે દિવસમાં તળાવનું સંપૂર્ણ પાણી ખાલી કરી નાખવું છે.સરકારી ખર્ચે બનેલ આ તળાવ ખનીજ માફિયાઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું તેમ છતાં કોઈપણ સરકારી તંત્ર હજુ સુધી ત્યાં ડોકાયું પણ નથી. આ અગાઉ પણ વાંકાનેરના જેતપરડા ગામે એક સિરામિક ઉદ્યોગ પતિ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા નવો બનાવેલ ચેકડેમ તોડી પાડવામાં આવેલ જેની જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયત અધિકારી ને લેખિત જાણ કરવામાં આવેલ ત્યારબાદ તપાસના અંતે ટીડીઓ દ્વારા જે તે ઉદ્યોગપતિને ચેકડેમનું નુકસાન ભરપાઈ કરવાનો આજથી અંદાજિત બે વર્ષ પહેલાં હુકમ કરેલ પરંતુ તલાટી મંત્રી દ્વારા આજ સુધી તે નુકસાની સરકારી ચોપડે જમા કરેલ નથી કે જમા કરાવવા માટેની કોઇ કાર્યવાહી હાથ ધરેલ નથી. આમ લાગે છે કે વાંકાનેરમાં સરકારી મિલકતને કોઈપણ લોકો ગમે તેટલું નુકસાન કરે સરકારી અધિકારીઓ આંખ મિચામણા કરતું હોય તેવું લાગી રહ્યું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text