શહેનશાહે મોરબી હઝરત કુતુબ બાવા એહમદશા વલી (ર.અ.) ના ઉર્સ મુબારકની તડામાર તૈયારીઓ

- text


મુસ્લિમ બિરાદરોમા અનેરો થનગનાટ

મોરબી : મહંમદશા શાહમદાર દ્વારા હર સાલની મુજબ આ સાલ પણ હઝરત કુતુબ બાવા અહેમદશાહ વલી (ર.અ.)નો ઉષૅ મુબારક અંગ્રેજી તા. ૦૩/૧૦/૨૦૧૯ને ગુરૂવાર અને મુસ્લીમ ચાંદ ૩(ત્રણ) શફરના રોજ બહુ જ શાનો શોખથી ઉજવવાનું આયોજન કરેલ છે. જેમાં સાંજે ૪:૦૦ કલાકે તમામ મુસ્લિમ બંધુઓની હાજરીમાં સંદલ શરીફ ચડાવવામાં આવશે. ત્યારબાદ સાંજે અસરની નમાજ બાદ મેમણ જમાત ખાના કુબેરનાથ રોડ ઉપર તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરો માટે આમ ન્યાજ (મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે) તથા રાત્રે ઈશાની નમાજ બાદ હઝરત કુતુબ બાવા એહમદશાના મેદાનમાં તકરીરનો પણ જલસો રાખેલ છે. જેમાં સૈયદ ફારૂક મીયા બાપુ તેમની જોશીલી જુવાનથી તકરીર ફરમાવશે તો તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરોને આ નૂરાની જલસામાં તસરીફ લાવવા બાપા અહેમદ શાહ દરગાહ તરફથી જાહેર દાવત (નિમંત્રણ) આપવામાં આવે છે. ખાસ નોંધ બહારગામથી આવતા મહેમાનો માટે ખાસ વ્યવસ્થા રાખેલ છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text