રવિવાર સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની વિગત

- text


રવિવાર સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની વિગત
ટંકારામાં 4 ઇંચ, માળિયામાં પોણા બે ઇંચ, મોરબીમાં 2.5 ઇંચ, વાંકાનેરમાં સવા બે ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો
મોરબી : મોરબી જિલ્લામાં આજે 29 sep રવિવારે સાંજે 4 થી 8માં ટંકારામાં 03mm, માળિયામાં 25mm, મોરબીમાં 13mm, વાંકાનેરમાં 15mm વરસાદ નોંધાયો છે. જ્યારે આજે રવિવારે સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની વિગત જોઈએ તો ટંકારામાં 4 ઇંચ, માળિયામાં પોણા બે ઇંચ, મોરબીમાં 2.5 ઇંચ, વાંકાનેરમાં સવા બે ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે મોરબી જિલ્લામાં વરસાદના પગલે તમામ જળાશયો ફરીથી ઓવરફ્લો થતા ડેમો માંથી પાણી છોડવાની ફરજ પડતા નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે.
મોરબી જિલ્લામાં આજે સરેસાશ 2 થી 4 ઇંચ વરસાદ પડતાં ખાસ કરીને ઉભા પાકને મોટું નુકસાન થયું છે. અને મોરબી જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદથી ખેડૂતોને મોટી નુકશાની થવાનો અંદાજ વ્યક્ત કરાઇ રહ્યો છે.
જ્યારે આ વર્ષે શરૂઆતમાં રાહ જોવડાવ્યા બાદ પાછળથી સરેરાશ કરતા વધુ વરસાદ પડવાની સાથે નવરાત્રિના પ્રારંભે જ મેઘરાજા પણ દાંડિયા રમવા મેદાને આવતા લોકોને મેઘરાજાની હાજરીથી દાંડિયા રમવાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સતત વરસાદના પગલે મોરબીના સંકલ્પ, પાટીદાર અને ઉમિયા નવરાત્રી મહોત્સવ આજ ના દિવસે બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે મોટા ભાગની ગરબીઓ પણ બંધ રહી હતી. આમ વરસાદે નવરાત્રીના રંગમાં પણ ભંગ પાડયો છે. જોકે તંત્ર દ્વારા હજુ વરસાદ પડવાની આગાહી કરતા ખાસ ખેડૂતો અને લોકો હવે મેઘરાજાને વિદાય લેવા પ્રાર્થના કરી રહ્યા છે.

- text