ઇ-સ્ટેમ્પીંગના કલેક્શન સેન્ટર માટે સ્ટેમ્પ અને નોંધણી ભવન પાસેથી લાયસન્સ મેળવી શકાશે

- text


1 ઓક્ટોબરથી ઇ- સ્ટેમ્પની અમલવારી, નોન જ્યુડિશિયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપર થશે બંધ

મોરબી : ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ-૧૯પ૮ની જોગવાઈ અનુસારની સ્‍ટેમ્‍પ ડયુટીની ચૂકવણી કરવા માટે વિવિધ માઘ્‍યમથી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે. જેમાં નોન જયુડીશીયલ સ્‍ટેમ્‍પ પેપર, ફ્રેન્‍કીંગ મશીન, ઇ-સ્‍ટેમ્‍પીંગ અને ઇ-પેમેન્‍ટનો સમાવેશ થાય છે. ઇ-સ્‍ટેમ્‍પીંગ પઘ્‍ધતિના અમલીકરણ માટે સ્‍ટોક હોલ્‍ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિમિટેડ સાથે ગુજરાત સરકાર ઘ્‍વારા કરવામાં આવેલ કરાર અન્‍વયે આ કંપની દ્વારા રાજયમાં તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ ખાતે તથા પરવાના ધરાવતી બેંકો ખાતે સદર કંપનીના ઓથોરાઈઝડ કલેકશન સેન્‍ટર (ACC) તરીકે ઈ-સ્‍ટેમ્‍પીંગ સુવિધા કેન્‍દ્રો ચાલુમાં છે.

- text

અત્‍યાર સુધી ઈ-સ્‍ટેમ્‍પીંગ રૂલ્‍સ ર૦૧૪ના નિયમ ૧૩ની જોગવાઇ મુજબ શીડયુલ બેંકો, કેન્‍દ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્‍થાઓ કે એકમો અને પોસ્ટ ઓફિસ (ACC) ની નિમણુંક માટે યોગ્‍યતા ધરાવતા હતાં. જેમાં લોકોની સુવિધા માટે રાજય સરકાર ઘ્‍વારા તા.ર૩/૦૮/ર૦૧૯ના જાહેરનામાથી સુધારો કરી હવેથી શીડયુલ બેંકો, કેન્‍દ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્‍થાઓ કે એકમો અને પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્‍સી સ્‍ટેમ્‍પ વેન્‍ડર, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી એન્‍ફ એફ એજન્‍ટ, ઇ-ગવર્નસ પ્‍લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્‍ટર, આર.બી.આઈ. રજીસ્‍ટર્ડ નોન બેંકીંગ ફાઈનાન્‍સીયલ કંપની અને લાયસન્‍સી નોટરી અથવા રાજય સરકારના પૂર્વ પરામર્શ બાદ કોઈ વ્‍યકિત/એજન્‍સી ACC તરીકે નિમણુંક મેળવવા માંગતા હોય તો નિયમ ૧ર હેઠળ નિમણુંક સત્તાધિકારી/સુપ્રિ.ઓફ સ્‍ટેમ્‍પસ, સ્‍ટેમ્‍પ અને નોંધણી ભવન, ખ-પ પાસે, સેકટર-૧૪ ગાંધીનગર મંજુરી આપી શકશે. જેથી ACC તરીકે લાયસન્‍સ મેળવવા ઇચ્‍છતા સંબંધિતોએ સતાધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. અથવા સ્‍થાનિકે આ બાબતે કોઈ વિશેષ માહિતીની જરૂર જણાય તો નાયબ કલેકટરની કચેરી સ્‍ટેમ્‍પ ડયુટી મુલ્યાંકન તંત્ર સેવા સદન લાલ બાગ રૂમ નં. ૧૨૨ મોરબીનો સંપર્ક કરવા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text