ધુંનડા(સ) ગામે વીજળીથી મોત થયેલ યુવતીના પરિવારજનોને ચાર લાખનો ચેક અર્પણ કરાયો

- text


મોરબી ટીડીઓના હસ્તે કુદરતી આફત અને સહાય ભંડોળમાંથી હતભાગી પરિવારને ચાર લાખનો ચેક અર્પણ કરાયો

મોરબી : મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ધુંનડા (સ) ગામે વરસાદની સાથે વીજળી પડતા એક યુવતીનું મોત નિપજ્યું હતું.ત્યારે આ બનાવની હતભાગી યુવતીના પરિવારજનોને ટીડીઓના હસ્તે ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધુંનડા (સ) ગામે તાજેતરમાં જ વીજળીના કડકા ભડકા સાથે વરસાદ પડ્યો હતો અને વરસાદ ચાલુ થતા ઘુનડા ગામે રહેતી રીટાબેન દિનેશભાઇ માંડવિયા ઉ.વ.18 નામની યુવતી પોતના ઘરે પરત ફરી રહી હતી. તે સમયે વીજળી ત્રાટકતા આ યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે યુવતીની સાથે રહેલી અન્ય બે મહિલાઓનો બચાવ થયો હતો. યુવતીનું વીજળી પડતા કરુણ મોત થવાથી તેના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો.

- text

આજે મોરબી ટીડીઅોશ્રી ઘુનડા (સ) ગામે તા.૦૯-૦૯-૨૦૧૯ રોજ વીજળી પડવાના કારણે રીટાબેન દિનેશભાઈ માંડવિયા નામની યુવતીનું મોત થતા તેમના માતા ચંપાબેનને ૪,૦૦,૦૦૦/- (અંકે રુપીયા ચાર લાખ) સહાયનો ચેક કુદરતી આફત અને સહાય માંથી મોરબી ટીડીઅોશ્રી પી.એ.ગોહિલ, બી.એસ.સુવેરા , સર્કલ ઇન્સ.,કે.કે.મહેતા તા.પં.મોરબી, ઘુનડા (સ.) ગામના સરપંચ પ્રવિણભાઇ કરશનભાઈ રંગપરીયા, તથા ગ્રામજનો હાજર રહી ચેક રૂબરૂ અર્પણ કરવામા આવ્યો હતો.

- text