મોરબીમાં વરસાદ બાદ ઠેરઠેર ખાડા : અકસ્માતનો ભય

- text


મોરબી : વરસાદ બાદ મોરબીમાં અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ તો ક્યાંક રોડ પરના ખાડાના કારણે માનવજીવનને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે વરસાદ બાદ અનેક રોડ રસ્તા ખાડામાં ફેરવાઈ ગ્યા છે. લોકોને વારંવાર અકસ્માતનો ભય રહે તેવી પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે.
જેમાં મોરબી જુના બસસ્ટેન્ડ આગળના રોડમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું. ચાલુ વરસાદે રોડ પર પાણી ભરાયેલ હોવાથી લોકોને કડ નહી દેખાતા ઘણા લોકોને નાની મોટી ઈજા થય હતી. આ બાબતે તંત્ર ધ્યાન આપી તાત્કાલિક ધોરણે આ રોડ પરની કડ પર સમારકામ કરી ઉકેલ લાવે એવી લોકફરિયાદ ઉઠી હતી.

- text