દિલ્હી સ્થિત સંત રોહિદાસના મંદિરને તોડી પડાતા મોરબીથી ઉઠ્યો વિરોધનો સુર

- text


આમ આદમી પાર્ટી દ્વારા ભારતના રાષ્ટ્રપતિને મોરબી જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવીને આ મંદિરનું પુનઃનિર્માણ કરાવી આપવાની માંગણી કરી

મોરબી : તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશને આધીન દિલ્હી ડેવલોપિંગ ઓથોરિટી (DDA) દ્વારા દિલ્હી સ્થિત કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાં સંત રોહિદસના મંદિરને તોડી પડાતા દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આ બનાવને લઈને મોરબીમાંથી પણ વિરોધનો સુર ઉઠી રહ્યો છે.

- text

દિલ્હીના તુઘલકાબાદ સ્થિત સંત રોહિદાસ (રવિદાસ)નું મંદિર સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર DDA દ્વારા તોડી પડાતા અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ થતા સેંકડો ભક્તોમાં દુઃખ સાથે રોષ ફાટી નીકળ્યો છે. આ બનાવને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદશનો થઈ રહ્યા છે કે કેન્દ્ર સરકાર સુધી આવેદનપત્રો અપાઈ રહ્યા છે. ત્યારે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ભારતના રાષ્ટ્રપતિને મોરબી જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવીને આ મંદિરનું પુનઃનિર્માણ સરકાર દ્વારા કરાવી આપવાની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સંત રોહિદાસના 600 વર્ષ પૌરાણિક આ મંદિર સાથે દેશ-વિદેશના કરોડો અનુસૂચિત જાતિ સમાજના લોકોની આસ્થા જોડાયેલી છે.

- text