વાંકાનેરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

- text


નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

વાંકાનેર : સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધુમે ઉજવણી કરવામાં આવ્યું હતી. ત્યારે વાંકાનેર શહેર પણ રોશની, ધજા પતાકાથી ઝગમગી ઉઠ્યું છે. ગોકુળીયા વાંકાનેરમાં અનેક ફ્લોટ્સ તૈયાર કરાયાં હતાં અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના હરખભેર વધામણાં કર્યા હતા.

સમગ્ર ભારતભરમાં ઠેર ઠેર શ્રી કૃષ્ણ જન્મના વધામણાં કરવા માટે જન્માષ્ટમીની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાંકાનેરમાં કૃષ્ણ જન્મોત્સવ સમિતિના નેજા હેઠળ વાંકાનેર શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળો દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરાઈ હતી ગોકુળીયા વાંકાનેરના જીનપરાએ તો અનેરા રૂપ રંગ સર્જ્યા હતો.. ઠેર ઠેર હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના જય ઘોષ સાથે યુવા ધન ડી.જે. ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

- text

વાંકાનેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા શહેરના ફળેશ્વર મહાદેવના મંદિરે યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા પુજન કરી પ્રસ્થાન કરાવ્યું હતું.અને શહેરના મુખ્ય રાજમાર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી. વાંકાનેરમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતા. રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

આ ઉપરાંત વાંકાનેરના ભાટીયા સોસાયટીમાં, રાજાવડલા ગામે, મીલપ્લોટ તેમજ વિસીપરા વિસ્તારમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આયૅન ગૃપ દ્વારા સુંદર ફ્લોટ્સ બનાવવામાં આવેલ હતા.એકંદરે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

- text