અમદાવાદથી મોરબીમાં હથિયારો વેચવા આવેલો શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી એલસીબી પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ અમદાવાદ રહેતો પરપ્રાંતીય શખ્સ મોરબી હથિયારો વેચવા આવ્યો હોવાની બાતમીના આધારે તેને બે પિસ્તોલ તથા પાંચ જીવતા કારતુસ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ જન્માષ્ટમીના તહેવારોની શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે અનિચ્છનીય પ્રવૃતિઓ અટકાવવા માટે ગેરકાયદે હથિયારો શોધી કાઢવાની સૂચના આપતા એલસીબીની પી.આઇ.વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના હિતેન્દ્રસિંહ ચુડાસમા અને નંદલાલભાઈ વરમોરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ અમદાવાદ રહેતો મુકેશસિંગ દેવેન્દ્રસિંગ કુસવાહ નામનો શખ્સ ગેરકાયદે હથિયારો વેચવા મોરબી આવી રહ્યો છે. આ બાતમી મળતા એલસીબી સ્ટાફે આજે મોરબીના મહેન્દ્ર નગર ચોકડી પાસે વોચ ગોઠવીને હથિયારો વેચવા આવેલા આ શખ્સને બે દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ મળીને કુલ રૂ.20500ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને આ હથિયારો મોરબીમાં કોને દેવા આવ્યો હતો? તેમજ કેટલા સમયથી હથિયારો વેચે છે? અને મોરબીમાં અત્યાર સુધી કેટલા ગેરકાયદે હથિયારો ઘુસાડ્યા તે અંગે પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે.

 

- text