મોરબી : ૫૦૦ વર્ષ પુરાણા નાગ દેવતાના મંદિર પ્રત્યે આજે પણ લોકોની શ્રદ્ધા અકબંધ

- text


આજે નાગપંચમીએ મોટી સંખ્યામાં ભવિકોએ નાગ દેવતાના દૂધ અને તલવટ ધરીને દર્શન કર્યા

મોરબી : મોરબીના બોરીચાવાસમાં આવેલું ૫૦૦ વર્ષ પુરાણું નાગ દેવતાના મંદિરે આજે નાગપાંચમના દિવસે નાગદેવતાના દર્શન કરવાનો વર્ષોથી અનેરો મહિમા હોવાથી નાગપાંચમના દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નાગદેવતાને દૂધ તથા તલવટ ધરીને ધન્યતા અનુભવી હતી. જોકે આ પ્રસાદી વર્ષોથી ઘરે ન લઈ જવાની માન્યતા હોવાથી લોકોએ ત્યાંજ પ્રસાદી આરોગી હતી

- text

મોરબીના બોરીચાવાસમાં આવેલું ૫૦૦ વર્ષ પુરાણું નગદેવતાનું મંદિર ચરમારીયા દાદાના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. આ નાગ દેવતાના મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે. આ અંગે મંદિરની સેવા પૂજા કરતા પૂજારી હંસગીરી ગોસ્વામીએ જણાયવું હતું કે, ૫૦૦ વર્ષ પહેલાં આ જગ્યાએ નાગદેવતાનો રાફડો હતો. ત્યા નાગદેવતા દર્શને આવતા બાદમાં તેમના પૂર્વજોએ તે જગ્યાએ ઓટો બનાવીને નાગદેવતાની મૂર્તિરૂપે સ્થાપના કરી હતી. અને લોકો ફણગાવલા કઠોર અને દૂધ, તલવટ નાગદેવતાને ધરતા હતા. તે વખતે રાજવી પરિવારને ખબર પડી કે, અહીં નાગદેવતા રાફડામાંથી નીકળીને દૂધ પીએ છે. વર્ષો બાદ પણ આજે આ નાગ દેવતાના મંદિરે દર્શનનો મહિમા જળવાઈ રહ્યો છે અને આજે મોટી સંખ્યામાં લોકો આ નાગ દેવતાના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા લોકોએ નાગ દેવતાના શ્રદ્ધા પૂર્વક દર્શન કરીને તલવટ દૂધ સહિતના વસ્તુઓની ભેટ ધરી હતી અને ત્યાંજ આ પ્રસાદને ગ્રહણ કર્યો હતો.

- text