આકાશી આફ્તમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભોજન વિતરણ કરતું મોરબી જલારામ પ્રાર્થના મંદિર

- text


મોરબી : મોરબી પંથકમા છેલ્લા બે દીવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા શહેર ની વિવિધ ઝુંપડપટ્ટીની મુલાકાત લઈ ત્યાંના લોકોને ભોજન પ્રસાદ અર્પણ કર્યો હતો.

ભારે વરસાદ ના લીધે શહેરના વિવિધ વિસ્તારો પાણીમા ગરકાવ થઈ ગયા છે. તો ઝુંપડપટ્ટી વિસ્તારની હાલત અત્યંત કફોડી બની છે. તમામ પ્રકારની ભોજન સામગ્રી વરસાદમા નષ્ટ થઈ હોય ત્યા મોરબી જલારામ મંદીર દ્વારા કુદરતી આફત સમયની સેવાની પરંપરા જાળવી રાખી છે. આ ભગીરથ કાર્યમા મોરબી જલારામ મંદીરના ગીરીશભાઈ ઘેલાણી,હસુભાઈ પંડીત, હીતેશ જાની, અનિલ સોમૈયા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, રાજુ વિંધાણી, નવીન માણેક સહીતના આગેવાનો જોડાયા હતા.

- text

- text