વાંકાનેરમાં 18 બોટલ અંગ્રેજી દારૂ સાથે 3 ઝડપાયા, એક ફરાર

- text


મોરબી એલસીબીએ બાતમીના આધારે પાડ્યો દરોડો

વાંકાનેર : મોરબી એલસીબીના પો.કોન્સ. દશરથસિંહ ગગુભા પરમારને મળેલી બાતમીને આધારે વાંકાનેર સ્થિત એક જાણીતી ફેકટરી સામે આવેલી જાહેર જગ્યામાંથી 18 બોટલ દેશી બનાવટનો અંગ્રેજી દારૂ ઝડપી પાડી 3 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે નાસી છૂટેલા એક આરોપીને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસમાંથી મળતી માહિતી અનુસાર મોરબી એલસીબીના પો.કોન્સ. દશરથસિંહ ગગુભા પરમારને મળેલી હકીકતને આધારે વાંકાનેરમાં આવેલા હેમ પેઇન્ટ્સ નામના કારખાનાની સામે આવેલી જાહેર જગ્યામાંથી 18 નંગ અંગ્રેજી દારૂની બોટલ સાથે વિક્રમ પરબત સેરૈયા ઉં.વ. 22, રહે. હસનપર, બાબુ મોહન સેરૈયા ઉં.વ.21, નવઘણ પ્રેમજી સાદરિયા ઉં.વ.29, રહે. બન્ને જેતપરડાને ઝડપી પાડી 5700ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવમાં દિનેશ પ્રભુ મદ્રે્શાણીયા ફરાર થઈ જતા એની શોધખોળ જારી રાખી છે. આ બનાવની તપાસ વાંકાનેર સિટી. પો.સ્ટે.ના પીએસઆઇ એ.બી.જાડેજા ચલાવી રહ્યા છે.આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text