મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકી

- text


મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે પાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગણી સ્થાનિકોએ કરી છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીના સો ઓરડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીની સમસ્યા સર્જાય રહી છે. ગટરનું પાણી ઉભરાતા તે ઘર સુધી આવી પહોંચે છે. આ વિસ્તારમાં આરસીસી રોડ મંજુર થયો તેને બે વર્ષ વીત્યા છતાં હજુ સુધી કામ શરૂ કર્યું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત અહીં થતી ગંદકીના કારણે સ્થાનિકોના આરોગ્ય પર પણ જોખમ ઉભું થયું છે. ત્યારે આ મામલે પાલિકા તંત્ર તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text