વરસાદની આગાહી વચ્ચે પણ મોરબી જિલ્લામાં છુટોછવાયો જ વરસાદ

- text


મોરબી : ત્રણ દિવસની માધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં મન મુકીને મેહુલિયો વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં હજુ જોઈએ તેવો વરસાદ વરસતો નથી. આમ છતાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક ચાલુ છે.

મોરબીમાં ગઈ કાલે સાંજે 4થી આજે સવારે 08 વાગ્યા સુધીમાં 16 એમ.એમ.વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંકાનેરમાં 01 એમ.,હળવદમાં 02 એમ.એમ., ટંકારામાં 16 એમ.એમ. અને માળીયા મી.માં સાંજે 04થી આજે સવારે 08 વાગ્યા સુધીમાં 05 એમ.એમ. વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં આકાશ ગોરંભયેલું છે. ઉપરવાસના વરસાદને કારણે મચ્છુ 2 ડેમમાં 16.50 ફૂટની સપાટી નોંધાઇ છે. જેમાં પાણીનો કુલ જથ્થો 793 Mcft થયો છે. ઉલ્લેખનીય છે કે રાત્રે 08 વાગ્યા સુધી ડેમમાં 15.50 ફૂટની સપાટી હતી. હાલ 16.50 ફૂટની પાણીની સપાટી પહોંચી છે. આમ 01 ફૂટ નવા નીર આવ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text