વાંકાનેરમાં ટોલકર્મીઓએ વૃક્ષારોપણ કર્યું

- text


વાંકાનેરમાં આવેલ વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટોલનાકા નજીક વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં ૩૦૦ વૃક્ષો વાવવામાં આવેલ અને ટોલનાકાના કર્મચારીઓએ વૃક્ષોનું જતન કરવાની સંજયભાઈ નાકતી (ટોલનાકા મેનેજરને) ખાત્રી આપેલ છે.

આ ઉપરાંત વાંકાનેર થી માળીયા સુધી નેશનલ હાઇવેનું મેન્ટેનન્સ કરતી અશોક બીલ્ડકોમ લિમિટેડના મેનેજર રાજેન્દ્ર મહાજન દ્વારા અને તેમની મેન્ટેનન્સ ટીમ દ્વારા હાઇવેના બંને તરફ પાંચ હજાર વૃક્ષો વાવવાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાંથી અત્યાર સુધીમાં અંદાજીત ૩૫૦૦ વૃક્ષોને વાવવામાં આવેલ છે અને તેમની ટીમ દ્વારા વાવવામાં આવેલ વૃક્ષોને રેગ્યુલર જતન કરવામાં આવી રહ્યું છે.

- text

વાંકાનેરમાં અશોકા બીલ્ડકોમ લિમિટેડને નેશનલ હાઈવે અને ટોલ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ નેશનલ હાઈવેની સફાઈ, રોડ સેફ્ટી અને વૃક્ષારોપણને વધુ મહત્વ આપી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text