મોરબી જિલ્લાના સાડા ત્રણ લાખ બાળકોને કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવાશે

- text


8 ઓગસ્ટ રાષ્ટ્રીય કૃમિ મુક્તિના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગનું આયોજન : બાકી રહેલા બાળકોને 16 ઓગસ્ટે ગોળી ખવડાવવામાં આવશે

મોરબી : 8 ઓગસ્ટે રાષ્ટ્રીય કૃમિ મુક્તિના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના સાડા ત્રણ લાખ બાળકીને કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંગણવાડી, શાળા કે કોલેજે નોંધણી ન થયા હોય તેવા બાળકોને આગણવાડી ખાતે કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવશે.તેમજ બાકી રહી જનાર બાળકોને 16 ઓગસ્ટના રોજ કૃમિની ગોળી ખવડાવવામાં આવશે.

સરકાર દ્વારા દર વર્ષે ફ્રેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં બાળકોને કૃમિના રોગથી બચાવવા માટે કૃમિનાશક ગોળી ખવડાવવાનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે સરકારના આ કર્યક્રમ મુજબ મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગામી 8 ઓગસ્ટે રાષ્ટીય કૃમિ મુક્તિ દિવસે મોરબી જિલ્લાના આશરે સાડા ત્રણ લાખ લોકોને કૃમિ નિયત્રણની ગોળી ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કર્યક્રમમાં બાકી રહી જનાર બાળકોને તા.16 ઓગસ્ટના રોજ કૃમિ નાશક ગોળી ખવડાવવામાં આવશે.આ કર્યક્રમ હેઠળ મોરબી જિલ્લાના 761 આંગણવાડી કેન્દ્ર, 960 શાળાઓ અને 32 કોલેજોને આવરી લેવામાં આવી છે.જેમાં આ સંસ્થાઓના 1થી19 વર્ષની ઉંમરના બાળકોને કૃમિની ગોળી ખવડાવવામાં આવશે.

- text

નોંધણી ન થયા હોય તેવા બાળકોને જે તે આગણવાડી ખાતે કૃમિની ગોળી ખવડાવવામાં આવશે. આ કામગીરી મોરબી જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તથા આશાવર્કર બહેનો, આગણવાડી વર્કરો અને હેલ્પરને સોંપવામાં આવી છે. તેમજ શિક્ષકોનો સહયોગ લેવામાં આવશે.કૃમિ થવાથી બાળકોને કુપોષણ અને લોહીની ઉણપ થાય છે. જેના કારણે હમેશા થાક લાગે છે તથા બાળકોનો સંપૂર્ણપણે શારીરિક માનસિક વિકાસ થતો નથી. આથી બાળકોને કૃમિ નિયત્રણની ગોળી ખવડાવી જરૂરી છે. તેથી આ કૃમિ નિયત્રણની ગોળીનો લાભ લેવા બાળકોના વાલીઓને મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા અને ડૉ.વી.એમ.કરોલીયાએ અનુરોધ કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text