મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા પાટીદારધામને બેન્ચ માટે રૂ. ૨ લાખની સહાય

- text


વિદ્યાર્થીઓ નીચે બેસીને સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ મેળવતા હોવાનું ધ્યાને આવતા સેવાભાવીઓએ આગામી નવરાત્રીના નફામાંથી એડવાન્સમાં સહાય અર્પી

મોરબી : મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ કલાસ કરાવતા પાટીદારધામને બેન્ચ ખરીદવા માટે રૂ. 2 લાખની સહાય આપવામાં આવી છે. અગાઉ અહીં વિદ્યાર્થીઓ નીચે બેસની અભ્યાસ કરતા હતા. પરંતુ હવે આ સહાયથી વિદ્યાર્થીઓને નીચે બેસવુ પડશે નહિ.

પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામમા યુપીએસસી અને જીપીએસસીના વર્ગો ચલાવવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા અભ્યાસ અર્થે આવે છે. પરંતુ પાટીદારધામમાં બેન્ચની વ્યવસ્થા ન હોય વિદ્યાર્થીઓ નીચે બેસીને અભ્યાસ કરતા હોવાનું પાટીદાર નવરાત્રી મહોત્સવના અજયભાઈ લોરીયા, હરેશભાઈ રૂપાલા અને જયભાઈ અંબાણીના ધ્યાને આવ્યું હતું. જેથી તેઓએ પાટીદાર મહોત્સવ સમિતિના આગામી નવરાત્રીના નફામાંથી એડવાન્સમાં રૂ. 2 લાખની સહાય પાટીદારધામને અર્પણ કરી છે. આ સહાયમાંથી પાટીદારધામમાં 100 થી વધુ બેન્ચ વસાવવામાં આવશે. જેથી હવે અહીં વિદ્યાર્થીઓને નીચે બેસવું પડશે નહિ.

- text

ઉલ્લેખનીય છે કે અજયભાઈ લોરીયા સહિતના સેવાભાવીઓએ અગાઉ પણ શહીદોના પરીવારજનોને તેમના ઘરે જઈને હાથોહાથ સહાય અર્પણ કરીને પોતાની સેવાની સુવાસ પ્રસરાવી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text