મોરબીના શિવનગર ગામે કૂવામાં પડેલા કબૂતરને યુવાનોએ બચાવ્યું

- text


ગામના ત્રણ યુવાનોએ કૂવામાં પડયાની માત્ર ત્રણ મિનિટમાં જ જાળીની મદદથી કબૂતરને હેમખેમ બહાર કાઢી લીધું

મોરબી : મોરબીના પંચાસર શિવનગર ગામે આવેલ કૂવામાં પાણી પીવા માટે અંદર ઉતર્યા બાદ કબૂતર ડૂબવા લાગ્યું હતું.જેના પગલે ગામના ત્રણ યુવાનોએ કૂવામાં પડેલા કબૂતરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને માત્ર ત્રણ મિનિટમાં જ કબૂતરને બચાવી લીધું હતું.

મોરબીના પંચાસરના શીવનગર ગામના પાદરમાં આવેલ કૂવામાં આજે એક કબૂતર કાળઝાળ ગરમીને કારણે પાણીની તરસ બુઝાવવાના પ્રયાસમાં અંદર પડી ગયું હતું.આ બનાવની જાણ થતાં ગામના માત્ર 18 થી 22 વર્ષના યુવાનો કાનાણી દીપ, ધ્રુપદ અમૃતિયા, મૌલિક ધોરિયાણીએ કબૂતરને બચાવવા માટે તાકીદે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.આ ત્રણેય યુવાનોએ કૂવામાં જાળી નાખીને ખૂબ જ ખંતપૂર્વક પાણીમાં ડુબતા કબૂતરને મોતના મુખમાંથી ઉગારી લીધું હતું. આ યુવાનોએ જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે પાણીની તરસ લાગતા આ કબૂતર કૂવામાં ઉતર્યું હતું.પણ કૂવામા પાણી પીતી વખતે કબૂતરની પાંખો ભીની થઇ ગઇ હતી આથી ઉડી શક્યું ન હતું અને ડૂબવા લાગતા અમને ખબર પડતાં તુરંત જ આ પક્ષીને કુવામાંથી હેમખેમ બહાર કાઢી લીધું હતું.ત્યારે આ ત્રણેય યુવાનોની સરાહનીય કામગીરીથી એક કબૂતરનો જીવ બચી ગયો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text