ચાર દાયકા પહેલાં સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો મિલન સમારંભ યોજાયો

- text


ન્યુ મોર્ડન પ્રાથમિક સ્કૂલના ૧૯૮૦ની સાલમાં સાતમા ધોરણમાં ભણતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ મિલન સમારંભ

મોરબી : ન્યુ મોર્ડન પ્રાથમિક સ્કૂલના ઉપક્રમે ૧૯૮૦ની સાલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરી મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અભૂતપૂર્વ મિલન સમારંભમાં 39 વર્ષો બાદ એ સમયના કિશોરો આજે વયસ્ક બની ગયા હોવા છતાં શાળાના એ જુના દિવસોને યાદ કરી રોમાંચિત બન્યા હતા. કિશોરાવસ્થાના સંસ્મરણો વાગોળતા
ગદગદ્ સ્વરે આચાર્ય તરુદીદી દ્વારા અપવામાંઆવેલ સંસ્કાર સિંચન, સરળ તેમજ શિસ્તબદ્ધ જીવન જીવવાના પાઠ, આડંબર રહિત વાત્સલ્ય પૂર્ણ જીવન જીવવાની મહત્તાના બોધને યાદ કર્યો હતો. અહીંથી શિક્ષણ પ્રાપ્ત કરી અનેકોનેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા જુના સહાધ્યાઈઓને મળીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અનેરો રોમાંચ અનુભવ્યો હતો. તારીખ 12 મેના રોજ આયોજિત આ મિલન સમારોહમાં વર્ષાદીદી સહિત કુલ 59 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text