મોરબી : મુક્તિધામમાં સમુહભોજન, સંતવાણી અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

- text


રોટરીગ્રામ અને દાદાશ્રીનગર ગામના સંયુક્ત યોજાયેલા કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લઈને સ્મશાન પ્રત્યે પ્રવર્તતી અંધશ્રદ્ધા ભગાડી

મોરબી : વર્ષોથી સ્મશાનને અમંગળ માનીને અગ્નિદાહ સિવાય લોકો મુક્તિધામમાં જતા પણ હોતા નથી.અને સ્મશાનમાં વર્ષોથી પ્રવર્તતી કેટલીક અંધશ્રદ્ધાને કારણે સ્મશાનમાં જવું અશુભ માનવામાં આવે છે.ત્યારે મોરબીના રોટરીનગર અને દાદાશ્રીનગર ગામના સંયુક્ત ઉપક્રમે મુક્તિધામમાં સમુહભોજન અને સંતવાણી તથા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા.બંને ગામના લોકોએ આ કાર્યક્રમોનો લાભ લઈને સ્મશાન પ્રત્યે પ્રવર્તતી અંધશ્રદ્ધાની માન્યતાનો છેદ ઉડાડી દીધો હતો.

મોરબીના રોટરીગ્રામ અને દાદાશ્રીનગર ગામના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સ્મશાન પ્રત્યે લોકોમાં રહેલી અંધશ્રદ્ધાની માન્યતા દૂર કરવાના હેતુસર ગામના મુક્તિધામમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને ગામના મોટી સંખ્યામાં લોકોએ સમુહભોજન લીધું હતું.તેમજ રાત્રે સંતવાણીની રમઝટ બોલી હતી. ઉપરાંત મુક્તિધામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ અંગે ગામલોકોએ જણાવ્યું હતું કે, સ્મશાનમાં વર્ષોથી અગ્નિદાહ સિવાય ન જવાની માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે.લોકોમાં ભૂતપ્રેત અને વળગાડની અંધશ્રદ્ધાને કારણે લોકો સ્મશાનને અશુભ માનતા હોય છે પરંતુ સ્મશાન એક પવિત્ર સ્થળ છે.તેમાં સારા કર્યક્રમો કરવાથી સ્મશાનની પ્રવિત્રતા વધે છે.અને લોકોમાં અંધશ્રદ્ધા દૂર કરવા માટે મુક્તિધામાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text