મોરબીના ઝીંઝુડા ગામે યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

- text


પિતાએ ઠપકો આપતા પુત્રએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ

મોરબી : મોરબીનાં ઝીંઝુડા ગામમાં રહેતા એક યુવાને પોતાના ઘરમાં કોઈ કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ પીએમ માટે મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઝીંઝુડા ગામમાં રહેતા અજયભાઈ ચતુરભાઈ રાઠોડ નામના ૧૮ વર્ષના યુવાને પોતાના ઘરમાં કોઈ કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસના ઝે.બી. ઝાલાએ તપાસ હાથ ધરી હતી.પ્રાથમીક તપાસમાં યુવાન ડ્રાઈવિંગનૉ વ્યવસાય કરતો હોય અને પિતાએ કામ બાબતે ઠપકો આપતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે ખરેખર ક્યાં કારણસર યુવાને આપઘાત કર્યોં તે જાણવા તપાસ ચલાવવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text