મોરબી પાટીદાર શિક્ષક સમાજની તૃતીય ચિંતન બેઠક યોજાઈ

- text


 

મોરબી : રવાપર તાલુકા શાળા ખાતે તારીખ પાંચમી મેના રોજ મોરબી પાટીદાર શિક્ષક સમાજની તૃતિય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. “હું”નહીં “આપણે”ની ભાવનાને ચરિતાર્થ કરતી મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠકનું દર બે મહિને મહિનાના પ્રથમ શનિવારે આયોજન કરવામાં આવે છે. આ વખતના શનિવારે આયોજિત થયેલી આ ચિંતન બેઠકમાં ખૂબજ બહોળી સંખ્યામાં પાટીદાર શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર શિક્ષક સમાજ દ્વારા હવે પછી થનારા સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક પ્રકલ્પોનું આયોજન અને તેને કાર્યાન્વિત કરવા સૌ શિક્ષક મિત્રોએ સંકલ્પ કર્યો હતો.

પાટીદાર સમાજની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકલનાત્મક ભૂમિકામાં રહી જરૂરી યોગદાન આપવા અંગે સૌ સહભાગી બન્યા હતા. તેમજ પાટીદાર શિક્ષક કલબ અને ડિરેક્ટરીની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી. અશ્વિનભાઈ એરણિયા અને જીજ્ઞેશભાઈ રાબડીયા દ્વારા પાટીદાર શિક્ષક કલબની કાર્યપધ્ધતિ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેઘાણી વાડી પ્રાથમિક શાળાના આચાર્ય અને હાસ્ય લેખક તેમજ વક્તા એવા ડૉ. અમૃતલાલ કાંજિયાએ સામાજિકતા અને સંગઠનના હેતુઓ તેમજ તેના આધાર સ્તંભો વિશે પોતાનું અદકેરું પ્રવચન આપ્યું હતું. મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ મોરબી બી.આર.સી.કો.ઓર્ડીનેર સંદીપભાઈ આદ્રોજાએ સૌને અડગ અને સંગઠિત બની આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. તેમજ સંસ્થાઓના માઘ્યમ થકી સેવારત રહો તેમ પણ જણાવ્યું હતું. આ બેઠકમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ વી.સરડવા,
સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ એસ.જાકાસણીયા,
મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવલાલભાઈ કાવર, મોરબી શહેર શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોત પણ પાટીદાર શિક્ષક સમાજના સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યાંહતા. આ ચિંતન બેઠકના ભોજનના દાતા રાજેશભાઈ ઘોડાસરા રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયાએ કર્યું હતું.રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરીયાણી તેમજ તેમની શાળાના પાટીદાર શિક્ષક મિત્રોએ સમગ્ર બેઠકના સફળ આયોજનમાં તેમનું અનોખું યોગદાન આપ્યું હતું. આગામી જુલાઈ માસના પ્રથમ શનિવારે મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચતુર્થ ચિંતન બેઠક યોજાશે તેવું એક યાદીમાં જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text