મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં તા.૬થી સમર કેમ્પ

- text


છ દિવસ સુધી બાળકોને અનેકવિધ રસપ્રદ પ્રવૃતિઓ કરાવાશે

મોરબી : મોરબીની દિલ્લી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા તારીખ 6 થી 11 મે દરમિયાન છ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 થી 16 વર્ષના બાળકોને અનેકવિધ પ્રવૃતિઓ કરાવીને તેઓના વેકેશનને યાદગાર બનાવવામાં આવશે.

- text

આ સમર કેમ્પમાં ચેસ, કેરમ, કરાટે, જીમ્નાસ્ટીક્સ, ટેબલ ટેનિસ જેવી ઇન્ડોર ગેમ્સ, ક્રિકેટ, સ્કેટિંગ, ફુટબોલ, વોલીબોલ, લોનટેનિસ જેવી આઉટડોર ગેમ્સની તાલીમ આપવામાં આવશે, તથા બાળકોને ઘોડેસવારી અને પેરાસેલિંગ પણ કરાવવામાં આવશે. આ ઉપરાંત તબલા, પિયાનો, ગિટાર, ગાયન, હાર્મોનિયમ, એરોબિક્સ, આર્ટ એન્ડ ક્રાફટ અને બધા જ પ્રકારના નૃત્ય પણ શીખવવામાં આવશે. કોઈ પણ વિદ્યાર્થી વધુમાં વધુ 2 એકટીવીટીમાં ભાગ લઇ શકશે, જેમાં પેરાસેલિંગનો સમાવેશ થતો નથી. સમર કેમ્પની ફી 800 રૂપિયા તથા પેરાસેલિંગ માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે. નામ નોંધવાની છેલ્લી તારીખ 4મે છે. આવવા જવાની સુવિધા માટે અગાઉથી સંપર્ક રહેશે. વધુ માહિતી માટે 7573075065, 8758791912 અને 8758791913 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text