હડમતીયા ગામ નજીક લીંબડા પર લટકતી યુવાનની લાશથી ચકચાર

- text


હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની સીમમાં જડેશ્વર જતા રસ્તામા રોડના કાંઠે લીમડા પર ગંજી અને ચડ્ડી પહેરેલ યુવાનની લટકતી લાશ જોવા મળતા ચકચાર મચી ગઈ છે. ગ્રામજનોએ યુવાનને લટકી ગયેલો જોતા અેકઠા થઈ ટંકારા પોલિસને જાણ કરતા પોલિસ તત્કાલ ઘટના સ્થળે આવવા રવાના થઈ છે. યુવાનની લાશ રોડ પર જ આવેલા ઈન્ડ્રસ્ટીઝમા કામ કરતા મજુરની હોય તેવુ અનુમાન ગ્રામજનો લગાવી રહ્યા છે. ટંકારા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે રવાના થયો છે. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા છે અને અનેક તર્કવિતર્કો કરી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text