મોરબીમાં ત્રિદિવસીય નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે

- text


મોરબી : વર્તમાન દોડદામભરી જીવનશૈલીને કારણે લોકોની માનસિક શાંતિ હણાઈ ગઈ છે.સ્વભાવિક રીતે માનસિક શાંતિ ન હોય તો લોકો અનેક રોગોનો ભોગ બને છે.ત્યારે મોરબીમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા લોકો માનસિક શાંતિ મેળવીને આરોગ્યની સુખાકારી ભોગવી શકે તે માટે નિઃશુલ્ક ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને આર્યુવેદાચાર્ય બાલકૃષ્ણ મહારાજ પ્રેરિત પતંજલિ યોગ સમિતિ મોરબી દ્વારા તા.1થી 3 મેં સુધી ઓમ પાર્ટી પ્લોટ ,રવાપર રોડ,કેનાલ ચોકડી મોરબી ખાતે વિનામૂલ્યે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા 1 અને 2ના રોજ સવારે 5-30 થી 7-15 વાગ્યા સુધી રાજકોટ તથા સ્થાનિક યોગ શિક્ષકો દ્વારા અને તા.3 ના રોજ સવારે 5-30 થી 7-15 વાગ્યા સુધી સાધ્વીજી અદિતિજી દ્વારા યોગ શિબિર યોજાશે.આ યોગ શિબિરમાં અસાધ્ય રોગોના નિવારણ , ઉર્જાથી ભરપૂર જીવનશૈલી, માનસિક સ્વાસ્થ્યથી વ્યક્તિત્વનો વિકાસ, વસુદેવ કટુબકમથી જીવનમાં શાંતિ તથા એકદમ નિરોગી જીવન જીવવા અંગે સચોટ માર્ગદર્શન અપાશે. તણાવ મુક્ત જીવન જીવવા માટે આ શિબિર મહત્વની હોવાથી લોકોને આ વિનામૂલ્યે યોજાનર શિબિરનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.વધુ માહિતી માટે રણછોડભાઈ જીવાણી 99092 02833 અને નરસીભાઈ અંદરપા 98983 20233 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text