મોરબીના હેરકટિંગ માસ્ટરની કેનેડા અને અમેરિકાના ઇન્ટરનેશનલ વર્કશોપ માટે પસંદગી

- text


મોરબી : મોરબીમાં હેર કટિંગ નિપુણતા ધરાવતા ભાવિકભાઈ સોલંકી આગામી દિવસોમાં યોજાનાર ટોરંટો અને ન્યુયોર્કમાં ઇન્ટરનેશનલ વર્કશોપમાં પસંદગી કરવામાં આવી છે અને તેઓ વિદેશ પ્રવાસ દરમ્યાન હેર કટીંગની સઘન તાલીમ મેળવશે.

હેર કટીંગ માસ્ટર ભાવિકભાઇ સોલંકીની મોરબી – કચ્છ માંથી માત્ર એક જ પસંદગી થઈ છે.તેઓ ટોરંટો (કેનેડા) અને ન્યુયોર્ક (અમેરિકા) માં આગામી દિવસોમાં એડવાન્સ હેર કટિંગનો યોજાનાર એક ઇન્ટરનેશનલ વર્કશોપમાં હેર કટીંગની તાલીમ મેળવશે.આ અંગે મોરબી ના જુના અને જાણીતા ઇન્ડિયન હેર પાર્લરવાળા ભાવિકભાઈ સોલંકીએ જણાવ્યું છે કે, ઇન્ટરનેશનલ વર્કશોપમાં ભાગ લેવા માટે મોરબી – કચ્છ માંથી એક જ માત્ર પસંદગી કરવામાં આવી છે તેઓ આગામી તા. ૨૬ એપ્રિલ થી ૮ મેં સુધી વિદેશ પ્રવાસમાં રહેશે. દર વર્ષે ઇન્ટરનેશનલ હેર કટિંગ તાલીમ માટે ભાવિકભાઈ જતા હોય છે અને ઇન્ટરનેશનલ વર્કશોપમાં પસંદગી પામી વિવિધ નવીન તાલીમ મેળવી રહ્યા છે જેનો લાભ મોરબીની જનતાને મળી રહ્યો છે. ત્યારે તેમના વિદેશ પ્રવાસને મિત્ર વર્તુળ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

 

- text