મોરબી જિલ્લામા બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૧.૭૪ ટકા મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લામા બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૧.૭૪ ટકા મતદાન નોંધાયું છે. સાંજે ૬ વાગ્યા સુધીમાં આ મતદાનની ટકાવારી ૬૫ને આંબે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.

મોરબી જિલ્લામા આજે સવારે ૭ વાગ્યાથી લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. જેમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૧.૭૪ ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાની વિધાનસભા બેઠક વાઇઝ બપોરે ૩ વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા જોઈએ તો ૬૫- મોરબી બેઠકમાં ૫૦.૦૧ ટકા, ૬૬- ટંકારા બેઠકમા ૫૩.૯૨ અને ૬૭- વાંકાનેર બેઠકમા ૫૧.૫૭ ટકા મતદાન નોંધાયું છે. હાલ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સાંજે ૬ વાગ્યા સુધીમાં જિલ્લાનું મતદાન ૬૫ ટકાએ પહોંચે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

 

- text