મોરબી જિલ્લામાં આજથી આર ટી ઇ હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

- text


જિલ્લાની કુલ 189 શાળાઓમાં 2357 જગ્યા માટે ઓન લાઇન ફોર્મ ભરાશે

મોરબી : મોરબી જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન કાયદા ગરીબ બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટે આવતીકાલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.જિલ્લાની કુલ189 ખાનગી શાળાઓમાં 25 ટકા જોગવાઈ મુજબ 2357 બાળકોની જગ્યાઓ માટે ફોર્મ ભરાશે.

મોરબી જિલ્લામાં સરકારના રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવા માટે આજે તા.5 થી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે.તંત્ર દ્વારા ફોર્મ ભરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.આર.ટી.ઇ.હેઠળ ઓનલાઇન ફોમ ભરાશે.જેમાં મોરબી જિલ્લાના આઠ સેન્ટરો પર ફોમ ભરવાની વ્યવસ્થા કરાઈ છે.જિલ્લાની કુલ 189 શાળાઓમાં સરકારની 25 ટકા જોગવાઈ હેઠળ 2357 બાળકોની જગ્યાઓ માટે ફોર્મ ભરાશે.જેમાં મોરબી તાલુકાની 108 શાળાઓમાં 1521 જગ્યા, વાંકાનેર તાલુકાની 32 શાળામાં 413 જગ્યા, હળવદ તાલુકાની 27 શાળામાં 222 જગ્યા તથા ટંકારા તાલુકાની 21 શાળાઓમાં 191 જગ્યા અને માળીયા મિયાણા તાલુકાની 1 શાળામાં 10 જગ્યા પર ફોર્મ ભરાશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text