મોરબી : કહેવાતા ગૌ સેવક સહિત છ સામે ખોટી ફરિયાદ દાખલ કરવાનો નોંધાતો ગુનો

- text


 

નકલી ફાયરિંગના પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે ગૌસેવકની કાર પર થોડા દિવસો પહેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરીગ કર્યાના ચકચારી બનાવમાં એલસીબીની તપાસમાં ખુદ ફરિયાદી કહેવાતો ગોસેવક આરોપી હોવાનો ભાડાફોડ થયો છે. ત્યારે બી ડિવિઝન પોલીસે ગૌ સેવક તેમજ તેના પાંચ સાગરીત સામે ખોટી ફરિયાદ દાખલ કરાવવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ ચકચારી બનાવની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી પોતાની નિરાધાર ગોશાળા પાસે ગોરક્ષક દિનેશભાઇ રામજીભાઈ લોરીયા ગત તા.12 ફેબ્રુઆરીએ પોતાની સ્કોર્પિયો કારમાં બેઠા હતા.તે સમયે બે અજાણ્યા શખ્સો બાઇકમાં આવી અને તેમની કારમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનો બનાવ બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર થયો હતો, આ બનાવ બાદ ગોરક્ષકે પોતાના પર જાન લેવા હુમલાનો પ્રયાસ થયાની ફરિયાદ નોંધાવી હતી.આથી બી ડિવિઝન અને એલસીબીએ આ બનાવની પ્રાથમિક તપાસ કરતા જ આ બનાવ શંકાસ્પદ લાગ્યો હતો તેથી ગહનતાથી તપાસ કરતા કહેવાતા ગૌ સેવક દિનેશ લોરીયાએ તુત રચીને પોતાના સાગરીતો સાથે મળીને પોતે જ પોતાના પર ફાયરિંગ કર્યું હોવાનું ખુલ્યું હતું.

બનાવને પગલે બી ડિવિઝન પોલીસે ખોટી ફરિયાદ દાખલ કરવા બદલ ગૌ સેવક દિનેશભાઇ લોરીયા તેમજ ભચાઉના ચાર શખ્સો ઈબ્રાહીમ ઇસ્માઇલ તરાયાં, સિકંદર ઓસમાણ તરાયા, સિકંદર ઇસ્માઇલ તરાયા, અબ્દુલ ઇશમાઇલ તરાયા તેમજ અશ્વિન પરમાર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text