મોરબી પાલિકાની નવરચિત કમિટીઓની 16મીએ બેઠક

- text


કમિટીઓની નિમણુક પરના સ્ટેની 18મીએ મુદતના નીર્ણય આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે

મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી નગરપાલિકાની કમિટીઓની થોડા સમય પહેલા નિમણુક થયા બાદ હવે આ નવરચિત કમિટીઓની બેઠક તા.26મીએ મળશે.જેમાં વિવિધ વિકાસલક્ષી એજન્ડાઓ પસાર કરાશે. જોકે આ કમિટીઓ નિમણુક અંગેના સ્ટેની 18મીએ મુદત હોય તેમાં આખરી નિર્ણય થશે

મોરબી નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના અને તેના ચેરમેનોની વરણી ગત તા.31ના રોજ કરવામાં આવી હતી.ત્યારે પાલિકા પ્રમુખે આ તમામ નવી સમિતિઓની બેઠક યોજવાની સૂચના આપી છે.આથી આગામી તા.16ના રોજ બપોરના ચાર વાગ્યે એક પછી એક એમ તમામ સમિતિઓની બેઠક યોજાશે.જેમાં પવડી,હાઉસટેક્સ,અધરટેક્સ,સેનિટેશન સહિતની વિવિધ સમિતિની બેઠકમાં વિકાસ કામોના એજન્ડા રજૂ થયા બાદ કારોબારીની બેઠકમાંબહાલી અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પાલિકાની સમિતિઓની રચના પર ભાજપે સ્ટે મેળવ્યા બાદ કોંગ્રેસે તેના ઉપર હાઈ કોર્ટ નો સ્ટે મેળવીને સમિતિઓની રચના કરી નાખી હતી.હવે આ નવરચિત સમિતિઓ પરના સ્ટેની તા.18મીએ મુદત છે.જેમાં સમિતિ રહેશે કે જશે તે નક્કી થશે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text