ટંકારાની શાળામાં વિધાર્થીને માર મારવાની ઘટનામાં સ્વયં સૈનિક દળનું આવેદન

- text


સ્વયમ સૈનિક દળે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માન્યતા રદ કરવાની માંગ કરી

મોરબી : ટંકારાની ખાનગી સ્કૂલમાં ફટાકડા ફોડવા જેવી બાબતે વિધાર્થીઓને માર મારવાની ઘટનામાં આજે સ્વયમ સૈનિક દળે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપી આ બનાવમાં દોષીતોને કડક સજા આપવાની સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માન્યતા રદ કરવાની માંગ માંગ કરી હતી.

મોરબીમાં સ્વયમ સૈનિક દળે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી તથા એસ.પી.ને આવેદન આપીને જણાવ્યું હતું કે સરકારના કાયદાની એસીતેસી કરીને મોરબીની ખાનગી શાળાઓ મનમાની ચલાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.જે બાબતની પ્રતીતિ કરાવતી ઘટનામાં ટંકારાની લાઈફ લિકસ ખાનગી સ્કૂલમાં સંચાલક અને શિક્ષકોએ સાથે મળીને વિદ્યાર્થીઓને બેફામ માર્યો હતો આવી જ રીતે થોડા સમય પહેલા જોધપર ગામની એક સ્કૂલમાં પણ વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી હતી.જોકે આર. ટી.ઇ.ના કાયદા મુજબ વિદ્યાર્થીઓને શારીરિક કે માનસિક ત્રાસ આપી શકતો નથી .ત્યારે આવી ઘટના બન્યા બાદ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કાયદાનું પાલન કરવાને બદલે આવી નિંદનીય ઘટનાને પ્રોત્સાહન આપી શાળાઓ બંધ કરવાથી બાળકોનું શિક્ષણ ખોરવતું હોવાથી આ સંસ્થાની માન્યતા રદ કરવાની માગણી ઉઠાવી છે.સાથોસાથ આર. ટી.ઇ.ના કાયદાનું યોગ્ય રીતે પાલન કરવાની માગ કરી છે.

- text

- text