ટંકારા : લાઈફ લિંક્સ વિદ્યાલયના સંચાલક સહિત પાંચ શિક્ષકોએ વિદ્યાર્થીઓને પટ્ટા વડે ફટકાર્યા

- text


શાળામાં વાલીઓનો હંગામો.સંચાલક સામે એસ્ટ્રોસીટીની ફરિયાદ

ટંકારા : સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે રમ ઝમ… જેવા જોડકણાં પહેલાના સમયમાં ઘણાએ સાંભળ્યા હશે. પણ હાલની શિક્ષણ વ્યવસ્થામાં એવા વ્યવહારની બિલકુલ જરૂરિયાત નથી. વિદ્યાર્થીઓ ઉપર હાથ ઉગામવવો ગુન્હો બને છે. ત્યારે ટંકારમાં એક શાળા સંચાલકે વિદ્યાર્થીઓને પટ્ટાથી માર મારી ઇજા પહોંચાડતા વાલીઓમાં દેકારો મચી જવા સાથે શાળા સંચાલક તેમજ શિક્ષકોની કાર્યપ્રણાલી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ
ટંકારાની લાઈફ લિંકસ વિધાલયના સંચાલક સહીત પાંચ શિક્ષકોએ શાળામાં ફટાકડા ફોડવા જેવી બાબતને લઈને ત્રણ વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
પાટીદાર સમાજના વિદ્યાર્થી સહિત અન્ય સમાજના વિદ્યાર્થીને માર મરાતા એક પરિવારે શાળા સંચાલક તેમજ અન્ય પાંચ શિક્ષક વિરુદ્ધ એસ્ટ્રોસીટીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે.
પાટીદાર સમાજના વિદ્યાર્થીને માર મરાતા પાટીદાર સમાજના અગ્રણીઓ સહિતના લોકોએ શાળામાં હલ્લો મચાવ્યો હતો. મોડી રાત સુધી કરવામાં આવેલા સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા અંતે પોલીસમાં સંચાલક સહિતના શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે ટંકારાથી જામનગર રોડ પર આવેલી લાઈફ લિંકસ વિધાલયના છાત્ર ચિરાગ જગદીશભાઈ પારીયાને તેની શાળામા ફટાકડા ફોડવા બાબતે શાળાના શિક્ષક જગદીશ ગઢીયાએ પટા વડે માર મારી શાળા સંચાલક જયંતિ બારૈયાની ઓફીસમાં બોલાવી સર્ટીફીકેટ પકડાવી કાઢી મુકાયો હતો. આ ઉપરાંત સુભાષ ધેટીયા, અંકિત રૈયાણી, કલ્પેશ કોટડીયાએ ફડાકા ઝીંકી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરીયાદીના પિતા રાત્રે ધરે આવ્યા બાદ પુત્ર સુતો હોય પુછપરછ કરતા તેણે આખી ધટના વર્ણવી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ટંકારા સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસ કેસ નોંધાયો હતો. આ બાબતે ટંકારા પોલીસે ફરીયાદ નોંધી ડી.વાય. એસ.પી. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

આ ધટનામા પાટીદાર વિદ્યાર્થીને પણ માર માર્યો હતો. જેના વાલીઓ સાંજે સ્કૂલે દોડી આવ્યા હતા જેને શિક્ષકો સાથે ઝપાઝપી થઈ હતી. જોકે બાદમાં મોડી રાત્રે સમાધાન કરી લીધું હોવાનું સામે આવ્યુ છે. જ્યારે એસ્ટ્રોસીટીની ફરિયાદ અન્વયે શાળા સંચાલક સામે પગલાં ભરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text