લોકસભાની ચૂંટણીને લઇ હળવદ કોંગ્રેસની બેઠક યોજાઈ

- text


સુરેન્દ્રનગર લોકસભા સીટ ના પ્રભારી કાંતિભાઈ બાવરવા ખાસ ઉપસ્થિત રહ્યા

હળવદ : આગામી લોકસભાની ચૂંટણીને લઇ હળવદ કોંગ્રેસ દ્વારા અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ત્યારે આજરોજ હળવદ કોંગ્રેસ કાર્યાલય ખાતે સુરેન્દ્રનગર લોકસભા સીટ ના કાંતિભાઈ બાવરવા ના અધ્યક્ષ સ્થાને હળવદ કોંગ્રેસની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ પક્ષો અત્યારથી પોતાના કાર્યકરોને કામે લગાડી દીધા છે ત્યારે આજરોજ હળવદ ખાતે આગામી લોકસભાની ચૂંટણી ને લઈ હળવદ કોગ્રેસ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર લોકસભા સીટ ના પ્રભારી કાંતિભાઈ બાવરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે લોકસભાની ચુટણી ની રણનીતિ અંગે બેઠક યોજવામાં આવી હતી લોકસભા માટે માઈક્રો લેવલ સુધીના નેટવર્કની કામગીરી માટે કેમ નિમણૂક કરવી કેવીરીતના કમિટીઓ બનાવી જેવી અનેક ચર્ચાઓ કરવા આવી અને સાથેજ પેઝ પ્રભારીની નિમણૂકો કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો જ્યારે હળવદ તાલુકો કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવાઈ છે સાથે જ આ સીટ પરથી કોંગ્રેસ પક્ષ કોઇપણ ઉમેદવારને ટીકીટ આપે તેમને જંગી મતની લીડથી જીતાડવા કાર્યકરો એ મન બનાવી લીધું છે આ તકે હળવદ કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ ખેર, બી કે પટેલ, ભીખાભાઇ પટેલ, રમેશભાઈ ઝિંઝુવાડીયા, વાસુદેવ ભાઈ પટેલ ,હિમાંશુ ભાઈ મહેતા, ગોગજીભાઈ પરમાર, ગણેશભાઈ પટેલ સહિત તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text