મોરબી, માળિયાના ગ્રામ્ય પંથકમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા

- text


છેલ્લા ઘણા સમયથી અવિરતપણે ભેદી ધડાકા અનુભવાતાં ગ્રામજનોમાં ફફળાટ

મોરબી : મોરબી – માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ફરીથી ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો. છેલ્લા ઘણા સમયથી અવિતરપણે ભૂસ્તરીય હળવા ધડાકા અનુભવતા ગ્રામજનોમાં ફફળાટ મચી ગયો છે.

મોરબીના કુંતાસી, રાજપર અને આસપાસના કેટલાક ગામડામાં રવિવારે મોડી રાત્રીનાં ભુકંપના હળવા ઝાટકા અનુભવાયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે તો કેટલાક સમયથી ભેદી ધડાકાનો પણ અનુભવ થયો હતો.

26 જાન્યુઆરી નજીક આવતાની સાથે આંચકાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. મોરબી અને માળિયા પંથકના કેટલાક ગામડામાં ફરી ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થવા લાગ્યો છે. રાજપર કુંતાસી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ભેદી ધડાકા સાથે કંપનનો પણ અનુભવ થયો હતો. તો રવિવારે રાત્રે આંચકાનો અનુભવ થયો હતો. જોકે આ ભૂકંપના આંચકા અંગે તંત્રમાં કોઈ સત્તાવાત નોંધ થઇ નથી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text