મોરબી : રઘુવંશી મહિલા મંડળ દ્વારા વેશભૂષા તેમજ ડાન્સ કોમ્પીટીશનનું આયોજન

- text


વિવિધ એજ ગૃપ આધારે થશે હરીફાઈ

મોરબી: રઘુવંશી મહિલા મંડળ વેશભૂષા અને ડાન્સ સ્પર્ધાનું આયોજન તારીખ ૬ જાન્યુઆરીને રવિવારે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે બપોરે ૩:૩૦ વાગ્યાથી કરવામાં આવ્યું છે.

- text

આ સ્પર્ધા માત્ર રઘુવંશી બાળકો અને મહિલાઓ માટે આયોજિત કરવામાં આવી છે. જેમાં ગૃપ A થી E એમ પાંચ એજ ગૃપને આધારે હરીફાઈ થશે. જેમાં ગૃપ A વેશભૂષા માટે L K G થી ધોરણ ૧ નાં બાળકો, ગૃપ B ડાન્સ સ્પર્ધા માટે ધોરણ ૨ થી ૪ ના બાળકો, ગૃપ C માં ધોરણ ૫ થી ૮ ના બાળકો, ગૃપ D માં ધોરણ ૯ થી ૧૨ ના બાળકો અને ગૃપ E માં કોલેજની છોકરીઓ અને મોમ્સ ડાન્સ સ્પર્ધા રખાઈ છે. આયોજકો દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર લોકોને ૩ વાગ્યે અચૂક સ્પર્ધાસ્થળે હાજર રહેવા અનુરોધ કરાયો છે.

 

- text