મોરબી રાજકોટ હાઇ-વે બની રહ્યો છે અકસ્માતોનું હબ : લજાઇ ચોકડી પાસે થયો ત્રિપલ અકસ્માત

- text


મોરબી: ટંકારા નજીક લજાઇ ચોકડી પાસે કે જયાં મોરબી-રાજકોટ હાઇ-વેની બન્ને બાજુ ખાડા ખોદ્યાં છે ત્યાં આજે ટ્રક, ટાકોં અને કન્ટેનર ધડાકાભેર અથડાયા જેને પરિણામે લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી. પોલીસ હજુ ઘટનાસ્થળ પર પહોંચી નથી આથી ટ્રાફિકને લીધે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ.

આજે વહેલી સવારે એક ટ્રક હડમતિયા બાજુથી આવતું હતુ ત્યારે એક કન્ટેનર સાથે અકસ્માત સર્જાયો અને હજુ આ અકસ્માત થયો હતો ત્યાં એક ડમ્પર કન્ટેનરની પાછળના ભાગે અથડાયું હતું. આ અકસ્માતથી રસ્તે ચાલતાં વાહનોમાં ટ્રાફિકજામ
થઈ ગાયો છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. પરંતુ પોલીસને ઘટનાસ્થળ પર પહોંચવામાં વધુ સમય લાગતા ટ્રાફિક વધું ને વધું વકરી રહ્યો છે.

- text

મોરબી રાજકોટ હાઇ-વેનું કામ ગોકળગાય ગતિએ ચાલે છે અને ભયસુચક ચેતવણીના બોર્ડ પણ નથી માર્યા આથી અહિયાં અવારનવાર અકસ્માતો સર્જાતાં રહે છે અને તેને લીધે ટ્રાફિકની સમસ્યાઓ પણ વકરી રહી છે. તંત્રની બેદરકારીનાં કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.

- text