મોરબીમાં વાહન ચેકીંગ દરમિયાન ત્રણ પીધેલા અને બે હથિયાર સાથે ઝડપાયા

- text


સમગ્ર જિલ્લામાં ૪૦૯ વાહનો ચેક કરી પોલીસે રૂ. ૧૩,૬૦૦ દંડ વસુલ્યો

મોરબી : મોરબી જિલ્લામાં ગુન્હાખોરી ડામવા પોલીસે ગઈકાલે હાથ ધરેલ વાહન ચેકિંગ ઝુંબેશમાં જુદા -જુદા પોલીસ મથકો દ્વારા કુલ ૪૦૯ વાહનો ચેક કરવામાં આવતા ૩ વાહન ચાલકો દારૂના નશામાં ધૂત બની વાહન હંકારતા હોવાનું અને બે વાહનોમાં હથિયાર મળી આવ્યા હતા અને કુલ મળી ૧૧ વાહનો ડિટેઇન કરી નિયમ ભંગ બદલ ૬૭ વાહનચાલકો વિરુદ્ધ કેસ કરી રૂ.૧૩,૬૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

- text

 

- text