મોરબી : રિસર્વે મામલે પ્રતિક ઉપવાસની મંજૂરી માંગતા DILR કર્મચારીઓ

- text


 

મોરબી : ખાનગી કંપની દ્વારા જમીન રીસવૅઁમાં ગરબડ ગોટાળા કર્યા બાદ આ મામલે DILR કચેરી કર્મચારીઓને જિલ્લા ફેર જમીન માપણી કરવાની જવાબદારી સોંપતા મોરબી જિલ્લાના કર્મચારીઓ લડી લેવાના મુડમા છે સરકાર સામે લડત આપવા મોરબી જમીન માપણી કર્મચારી મંડળના પ્રમુખે કલેકટર પાસે પ્રતિક ઉપવાસની મંજુરી માંગી લડતનુ બુંગીયુ ફૂંકયુ છે.
ગુજરાતમા સરકારે ખેતીની જમીનની ફેર માપણી કરવા રીસવૅઁ પ્રોજેકટ અમલમા મુકી ખાનગી ઍજન્સીઑને ખેતીની જમીન માપવા નિમ્યા બાદ ખાનગી ઍજન્સીએ માપણીમા ગોટાળા કરી ખેડુતોના કબજા ફેરવી નાંખવા, ક્ષેત્રફળમા વધ-ઘટ સહિતના છબરડા કરતા ખેડુતોમા ભારે ઉહાપોહ મચતા સરકારે તઘલઘી પરીપત્રથી એજન્સીના છબરડા મામલે તંત્રના કમઁચારીઓ ઉપર ધોસ બોલાવી અંગ્રેજ શાસનને શરમાવે એવી નિતી અખત્યાર કરી પ્રોજેકટ પૂણઁ કરવા અશકય ટારગેટ આપી કમઁચારીઑની જીલા બહાર કામગીરી કરવા આડેધડ નિમણુંકો કરી ખાનગી ઍજન્સીને છાવરી ખેડુત અને કમઁચારીને લડાવી મારવાની નિતી સામે સમગ્ર ગુજરાતમા કમઁચારીઓએ લડતનુ બુંગીયુ ફુંકયુ હતુ.જે અંતગઁત મોરબી જીલાના લેન્ડ રેકડઁઝ વગઁ-૩ યુનિયને પણ રાજય મહામંડળના આદેશને અનુસરી તા.૧૭ થી ૨૧ સુધી ફરજ દરમિયાન કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવ્યા બાદ પણ સરકાર ન જાગતા મોરબી જીલ્લા કમઁચારી યુનિયનના પ્રમુખ હષઁદ ત્રિવેદીઍ આગામી તા.૨૪ થી ૨૯ દરમિયાન કલેકટરને પત્ર પાઠવી પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મંજુરી માંગી લડતને ગાંધી ચિંધ્યા માગૅઁ ઉગ઼ બનાવવા લડતનુ બુંગીયુ ફુંકયુ હતુ.

- text

ઉલ્લેખનિય છે કે, પરીપત્રમા જાહેર રજા, શની-રવિ પણ કચેરી ચાલુ રાખી ૧૫ કલાક થી વધુ કામ કરવાનો પરીપત્ર ઈસ્યુ કરી ખાનગી ઍજન્સીને ખોટા કામના નાણા ચુકવી દેવાની પોતાની ભૂલ ઢાંકવા કમઁચારીની જવાબદારી ઠોકી બેસાડવાનો કારસો હોવાથી લડતના મંડાણ થયાનુ જાણવા મળે છે.

- text