હળવદમાં હવે કોઈ ભૂખ્યું નહિ સુવે ! રૂ.૨ માં ભરપેટ ભોજન

- text


હળવદમાં રોટરી કલબ દ્વારા અન્નપૂર્ણા રથનું લોકાર્પણ

હળવદ : હળવદમાં હવે કોઈને ભૂખ્યા નહિ સૂવું પડે રોટરી સેવા ટ્રસ્ટ અને સુરેશભાઈ પટેલ, સાંદિપની હોસ્ટલ સંચાલિત રોટરી અન્નપૂર્ણા રથનો ગઈકાલે લોકાર્પણ સમારોહ યોજાયો જેમાં મોરબી જિલ્લા કલેકટરના હસ્તે રોટરી અન્નપૂર્ણા રથનો રિબીન કાપી પ્રારંભ કરાવ્યો હતો આ તકે રાજકીય આગેવાનો અને અધિકારીઓ તેમજ મહાનુભાવ હાજર રહ્યા હતા.

હળવદમાં હરહંમેશ સેવાકિય પ્રવૃતિ થકી હળવદના લોકો માટે કાંઈ નવું અને અલગ કરવાની ભાવના સાથે રોટરી કલબ અગ્રેસર રહેતી હોય છે ત્યારે રોટરી કલબનું સેવાકીય ભાવ સાથે હળવદના તમામ ભુખ્યા લોકો માટે શુધ્ધ અને પોષ્ટીક આહાર ખીચડી-કઢી પીરસવાનું બીડુ ઝડપ્યું છે. રોટરી સેવા ટ્રસ્ટના આ સાહસથી હવે હળવદના એકપણ વ્યકિત ભુખ્યા નહી સુવે, રોટરી કલબના આ પ્રેરણાદાયી કાર્યથી સોશિયલ મિડિયામાં જ ૯પ તીથી નોંધાઈ ચુકી છે જયારે ૧પથી વધુ આજીવન તીથીની પણ નોંધ થવા પામી છે જેમાં ગઈકાલે શહેરના લોહાણા મહાજન સમાજવાડી ખાતે રોટરી અન્નપૂર્ણા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, મનહરભાઈ પટેલ, વિજયભાઈ જાની, બિપીનભાઈ દવે, અમૃતલાલ ઠક્કર, સુરેશભાઈ પટેલ, હિતેન ઠક્કર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઈ ઝાલોરીયા, નરભેરામભાઈ અઘારા, ગજેન્દ્રભાઈ મોરડીયા, રાજેન્દ્રસિંહ રાણા સહિત રોટરી કલબના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

રોટરી અન્નપૂર્ણા રથના લોકાર્પણ કાર્યક્રમ બાદ સુરેન્દ્રનગરના પ્રખ્યાત એવા હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર અંબારામભાઈ દુમાલીયાએ હાસ્યરસ પીરસ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

- text