રોક શકો તો રોકલો ! મોરબીમાં તસ્કરો બંધ મકાનમાંથી ચાર લાખની માલમતા ચોરી ગયા

- text


કાયાજી પ્લોટમાં રહેતા ઉદ્યોગપતિ જામનગર પ્રસંગમાં ગયાને તસ્કરો ત્રાટકયા

ક્રેનથી ન હટે તેવી તિજોરી ફેરવી નાખી : અઢી લાખ રોકડા અને પાંચતોલા દાગીના સાથે cctvનું ડીવીઆર લઈ ગયા

મોરબી : ગેંગવોર બાદ મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ખડા થયા છે ત્યારે ગઈકાલે રાત્રીના તસ્કરોએ પોલીસને રીતસરનો પડકાર ફેંકી ઉદ્યોગપતિના બંધ પડેલા મકાનને નિશાન બનાવી ચાર લાખથી વધુની માલમતા ચોરી જવાની સાથે cctv કેમેરાનું dvr પણ સાથે લઈ જઈ પ્રોફેશનલ તસ્કરોએ પુરાવા પણ છોડ્યા નથી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાયાજીપ્લોટ શેરી નંબર -૫ માં આવેલ ઉદ્યોગપતિ ભુપતભાઇ માધવજીભાઈ ચંડીભમર અને અને તેમનો પરીવાર જામનગર પ્રસંગમાં ગયો હોય બંધ પડેલા મકાનને તસ્કરોએ ટાઢા હૈયે નિશાન બનાવી નિરાંતે ચોરી કરી સમગ્ર બંગલાને રેડ ભફેળ કરી નાખતા આજે તેમના પાડોશીઓએ મકાન ખુલ્લું હોવાની જાણ કરતા ઉદ્યોગપતિ પરિવાર હાફળો ફાફળો બની પરત ફર્યો હતો.

બીજી તરફ ઉદ્યોગપતિના બંગલાના પાછળના ભાગે બારી તોડી ઘરમાં ઘુસેલ તસ્કરોએ એક બે નહિ પણ ઘરમાં રાખવામાં આવેલી ત્રણે ત્રણ તિજોરી તોડવા પ્રયાસ કરતા બે તિજોરી ખુલી જતા પાંચ તોલા સોનાના દાગીના, સોનાની બુટી, પેન્ડલ, અને કડું તેમજ સોનાનું કડું અને અઢી લાખ રોકડા ઉસેડી ગયા હતા.

આશ્ચર્ય તો એ વાતનું છે કે આ બંધ મકાનને નિશાન બનાવનાર તસ્કરોએ ક્રેઇનથી ઘરમાં મુકેલ એક ટન વજનની મહાકાય તિજોરી પણ તોડવા પ્રયાસ કરી તિજોરીમેં ખસેડી નાખી હતી જો કે એ તિજોરી તસ્કરો તોડી શક્યા ન હતા.

દરમિયાન આ ચોરીને અંજામ આપનાર તસ્કરો રીઢા અને પ્રોફેશનલ હોવાનું મનાય રહ્યું છે કારણ કે તસ્કરોએ ટાઢા હૈયે ચોરી કર્યા બાદ ઘરમાં સીસીટીવી ફિટ કરેલ હોવાનું જાણી જતા cctvનું dvr સાથે લઈને જતા રહ્યા હતા અને મોરબી પોલીસને રીતસરનો પડકાર ફેંકી ગયા છે.

- text

- text